Skip Navigation Links
Latest News
About Us
સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલનો શુભારંભ જૂન ર૦૧રથી ઐતિહાસિક ભૂમિ શેઠ.એમ.આર.હાઈસ્કૂલમાં થયો આ સંસ્થા વકીલ કેશવલાલ મોતીલાલ એજયુકેશન સોસાયટી સંચાલિત છે. એના આ પટાગણમાં પ્રવેશતાં જ મેદાનની મધ્યમાં આવેલ કિર્તિ-સ્તંભ મુલાકાતીઓનું ધ્યાન ખેચે છે.
જ્યારે અંગ્રેજોનુ રાજય હતુ ત્યારે ૧૯૧૭માં અતિવૃષ્ટિને કારણે દુકાળ પડયો. અતિવૃષ્ટિથી દુકાળ પડે એ જ સરકારી અમલદારોને ગળે ઉતરી નહિ અને ખેડૂતો પાસેથી જોરજુલ્મથી જમીન મહેસુલ વસુલ કરવાનું રાખ્યું.ખેડૂતોની વહારે બે સપૂતો અડીખમ ઉભા રહયા સ્વ.શ્રી મોહનલાલ કામેશ્વર પંડયા( ડુગળી ચોર) અને સ્વ.શ્રી શંકરલાલ દ્વારકાદાસ પરીખ ( કઠલાલની કાયાપલટ કરનાર મૂક સેવક ) આ બે સેવકોએ ,આ પ્રશ્ન ઉપાડી લીધો અને આ અંગેના સમાચાર વર્તમાનપત્રોમાં આપી,આ પ્રશ્નની રજૂઆત સરકારી અમલદારો સમક્ષા કરી.છેવટે તે વખતની મુંબઈ ધારાસભામાં નામદાર ગોકળદાસ પારેખ તથા નામદાર વિઠ્ઠલભાઈ પટેલે ખેડા જિલ્લાના ખેડૂતોનાં દુ:ખદર્દ રજૂ કર્યા. છતાં, સરકારે મચક ન આપી કારણ કે બિ્રટીશ સરકાર તેના અમલદારો જે અહેવાલ મોકલે તે તેને સાચો માનીને ચાલવાવાળી હતી. આનું ધાર્યુ પરિણામ આવ્યુ નહિ તેથી કેસની વિગત અથવા સમગ્ર પરિસ્તિથીનો ખ્યાલ મહાત્મા ગાંધીજીને આપવામાં આવ્યો. તેમણે 'ગુજરાત સભા' (તે વખતની કોગ્રેસ) દ્વારા સાચી પરિસ્તિથીનો કયાસ કઢાવ્યો અને કેટલાક સ્થળે મહાત્માજી તેમની મંડળી સાથે કર્યો અને સચ્ચાઈની ખાતરી કરી લીધી.પ્રજાની સાચી હકીકત સરકાર સ્વીકારવા તૈયાર ન હોય તો સવિનયન કાનૂન-ભંગ સિવાય કોઈ ઈલાજ નહોતો. આ ખેડા સત્યાગ્રહનો પ્રારંભ તા.ર૦-૧૧-૧૯૧૭ થી થયો અને પૂર્ણાહુતિ તા.૦૬-૦૬- ૧૯૧૮ ના રોજ થઈ.
આ સત્યાગ્રહ અંગે,તા.૧૮-૦ર-૧૯૧૮ ના રોજ પરમ પૂજય મહાત્માજીએ,અને એ જમીન મહેસુલ ન ભરવા માટે અને કર ન ભરવાથી સરકાર જે શિક્ષા કરે તે હસ્તે મ્હોએ સહન કરવા અંગે, ખેડૂતોને પ્રતિજ્ઞા લેવડાવી. આમ ભારતભરમાં સૌ પ્રથમ સામુદાયિક સત્યાગ્રહનાં મંડાણ આ સ્થળેથી થયેલા તેની યાદગીરી રૂપે આ કિર્તિ-સ્તંભ અથવા સત્યાગ્રહ સ્મારક સ્તંભની રચના ગાંધી સ્મારક નિધિ દિલ્હી તરફથી કરવામાં આવી છે.
આવી પવિત્ર ભૂમિમાં આ સરકારી કોલેજ પાપા પગલી કરતી વિકાસ કરી રહી છે.પ્રથમ વર્ષે ૬૦૦ વિધ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો,જે જૂન ર૦૧રમાં શરૂ થયેલ સરકારી કોલેજોમાં અગ્રસ્થાને છે. વર્ષ દરમિયાન સપ્તધારા અંતર્ગત જ્ઞાનધારા,ગીતસંગીત નૃત્યધારા,સર્જનાત્મક અભિવ્યકિતધારા,સામુદાયિક સેવાધારા,વ્યાયામયોગ ખેલકૂદધારા,રંગકલા કૌશલ્યધારામાં વિધ્યાર્થીઓને સક્રિય રીતે જોડવામાં આવ્યા વિવિધ કક્ષાાએ યોગદાન આપી વિધ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે.સાથે સાથે વિધ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે એ હેતુથી વિવિધ વ્યાખ્યાનો યોજવામાં આવ્યા.
વર્ષના અંતે ઉચ્ચપદાધિકારીઓ અને સમાજસેવકોને આમંત્રિત કરીને તેજસ્વી તારલાઓને બિરદાવવામાં આવ્યા.આ વાર્ષિકોત્સવમાં વિધ્યાર્થીઓએ નૃત્ય,ગીત સંગીત,નાટક જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા.આ વિવિધ સહશૈક્ષાણિક પ્રવૃત્તિઓની જીવંત છબીઓ અહી પ્રગટ કરેલ છે.
 
Sports

Final selection for different games are held on 17/7/17 at 9:00 am at college ground.


Sports events

Students who interested in sports can register their names before 1/7/17 to Keyur sir .


NSS

NSS meeting is held on 29 & 30 June 2017 So all NSS volunteers remain present.


  
Develope By YOUNG WORLD GROUP